જન્માષ્ટમી
શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશન વેસુ સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, કાર્યક્રમની શુભ શરૂઆત આચાર્યશ્રી ડો.દિલીપ પટેલ સાહેબ અને સ્ટાફ મિત્રોના વરદ હસ્તે દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી,ત્યારબાદ આરતી,કૃષ્ણ ભજન સ્પર્ધા,પારણું ઝૂલાવ,કૃષ્ણ ગીત દ્વારા તાલીમાર્થીઓના નૃત્ય, નાટક,મટકી શણગાર સ્પર્ધા,વાંસળી શણગાર સ્પર્ધા, રંગોળી,મટકી ફોડ, ગરબા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતુ,જય કનૈયા લાલકી હાથી ધોડા પાલખીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયુ હતું ,ભજન સ્પર્ધામાં જજ તરીકે પ્રા.કલ્પનાબેન પટેલ અને પ્રા.નીતાબેન મોહિતે સેવા આપી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપિકા ડો.ભાવીનાબેન દેસાઈ અને જયશ્રીબેન પરમારે કર્યું હતું તેમાં આચાર્યશ્રી અને દરેક અધ્યાપકોઓનો સુંદર સહકાર મળ્યો હતો,ઉદઘોષક તરીકે બી.એડ. તાલીમાર્થીની બિનલબેને અને આભાર વિધિ માટે બી.એડ. તાલીમાર્થીનીએ સેવા આપી હતી.